|
Article in other languages:
|
વારાણસી શહેરના બજારમાં હિન્દીમાં લખેલ જાહેરાતો
હિન્દી એ ભારત દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રભાષા છે. હિન્દી શબ્દ નો ઉદ્ભવ હિન્દ માંથી થાય છે. હિન્દ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિન્દુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિન્દુ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ સિંધુ નો અપભ્રંશ છે. હિન્દી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દૂ ભગીની ભાષાઓ કહેવાય છે, કારણકે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે. હિન્દી સંવૈધાનિક દ્રષ્ટિથી ભારતની પ્રથમ રાષ્ટ્રભાષા છે અને સૌથી વધુ બોલાતી અને સમજાતી ભાષા છે. હિન્દી અને તેની બોલી ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોંમાં બોલાઇ છે. ૨૬ જનવરી ૧૯૬૫ ના દિવસે હિન્દીને ભારતની રાષ્ટ્ર ભાષાનો દરરજો આપવામાં આવ્યો. ચીની ભાષા પછી હિન્દી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારત અને વિદેશમાં થઇને કુલ ૬૦ કરોડ (૬૦૦ મિલિયન) થી વધુ લોકો હિન્દી બોલે છે, વાંચે છે અથવા લખે છે. ફિજી, મોરિશયસ, ગુયાના, સૂરીનામ અને નેપાલની મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે. ભાષાવિદો હિન્દી અને ઉર્દૂ ને એક જ ભાષા સમજે છે. હિન્દી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર મોટા પ્રમાણમાં સંસ્કૃતના શબ્દોંનો પ્રયોગ કરવામા આવે છે. ઉર્દૂ નસ્તાલિક઼માં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર તેના પર ફારસી અને અરબી ભાષા ની અસર વધારે છે. વ્યાકરણિક રૂપે ઉર્દૂ અને હિન્દીમાં લગભગ સો ટકા સમાનતા છે.
સમૂહહિન્દી ઇન્ડો-યુરોપીયન ભાષાના સમૂહમાં આવે છે. ઇન્ડો-ઇરાનીયન શાખાની ઇન્ડો-આર્યન ઉપશાખામાં તેને વર્ગીકૃત કરવામાં આવે છે. સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી ભાષાઓ ઇન્ડો-આર્યન ગણવામાં આવે છે. ઉર્દૂ, કશ્મીરી, બંગાલી, ઉડ઼િયા, પંજાબી, રોમાની, મરાઠી જૈસી ભાષાઓ ઇન્ડો-આર્યન ભાષાઓ છે. ઇતિહાસ ક્રમ
સંસ્કૃત નો વિકાસ
અપભ્રંશ તથા આદિ હિન્દી નો વિકાસ
અપભ્રંશનો અસ્ત તથા આધુનિક હિન્દીનો વિકાસ
હિન્દીનું માનકીકરણહિન્દીની શૈલીઓસ્વરવ્યંજનહિન્દીમાં ગણતરી૦ ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ વ્યાકરણ ==હિન્દી અને કમ્પ્યૂટર આ પણ જુઓQuestions for article: |
This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.
IHS Europe: Infrared Heating Systems for Home and Business.